fbpx
Friday, June 25, 2021
No menu items!

શું ભારતમાં Instagram, Facebook, Twitter થઇ જશે બંધ, સરકારે આપેલી ડેડલાઈન થઇ રહી છે સમાપ્ત

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે નવા નિયમોનું પાલન કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ત્રણ મહિનાની સમયમર્યાદા આપી હતી, જેનો સમયગાળો 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આગામી બે દિવસમાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

Must Read

ફેસબુક(Facebook), ટ્વિટર(Twitter) અને ઇન્સ્ટાગ્રામ(Instagram)જેવી સોશિઅલ મીડિયા કંપનીઓ તેમની ડેટાની પ્રાઈવેસીને લઈને સતત ચર્ચામાં રહે છે, અને હવે એવું કહેવામાં આવે છે કે ભારતમાં તેના પ્રતિબંધનો સમય નજીક આવી ગયો છે. હકીકતમાં, 25 ફેબ્રુઆરીએ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા આપી હતી, જેનો સમયગાળો 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આગામી બે દિવસમાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

આગામી બે દિવસમાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
આગામી બે દિવસમાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

  • કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ, ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય વતી, ડિજિટલ સામગ્રીને નિયમન માટે 3 મહિનાની અંદર પાલન અધિકારી, નોડલ અધિકારી વગેરેની નિમણૂક કરવા કહેવામાં આવ્યું હતું અને તે બધાને કાર્યક્ષેત્ર ભારતમાં હોવું જોઈએ.
  • ખરેખર 3 મહિનાનો સમય જે મોટી સોશિયલ મીડિયા કંપનીઓ, જેના વપરાશકારો 50 લાખથી વધુ છે. તેમને આપવામાં આવ્યો  હતા જેથી તેઓ નિયમો અનુસાર પોતાની કાર્યરત પોલિસી માં ફેરફાર કરી શકે. આ મર્યાદા 25 મેના રોજ સમાપ્ત થાય છે.
  • સરકાર દ્વારા અપાયેલા આદેશ મુજબ કંપનીઓએ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે અને તેમનું નામ અને સંપર્ક સરનામું ભારતનું હોવું જોઈએ, જેમાં ફરિયાદના નિરાકરણ, વાંધાજનક સામગ્રીનું નિરીક્ષણ, પાલન અહેવાલ અને વાંધાજનક સામગ્રીને દૂર કરવી જોઈએ.
  • આ નવા નિયમ હેઠળ એક સમિતિની પણ રચના કરવામાં આવશે જેમાં સંરક્ષણ, વિદેશી બાબતો, ગૃહ મંત્રાલય, માહિતી પ્રસારણ મંત્રાલય, કાયદો, આઇટી અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના લોકો હશે. તેમને આચારસંહિતાનો ભંગ અંગે ફરિયાદો ની સુનાવણી કરવાનો અધિકાર રહેશે.
  • નવા નિયમોમાં ફરિયાદના નિવારણ હેઠળ 24 કલાકની અંદર કોઈ પણ  ફરિયાદનો સ્વીકાર થવો, અને 15 દિવસની અંદર તે અંગે કાર્યવાહી કરવી અથવા પગલા ન લેવાના કારણો જણાવવું વગેરે શામેલ છે.
  • ખોટી સામગ્રીનું સક્રિય નિરીક્ષણ થવું જોઈએ. કંપનીઓએ ટેકનોલોજી આધારિત સાધનો વિકસાવવા જોઈએ, જેમાં બળાત્કાર, બાળકો સામેના અમાનવીય વર્તન જેવી માહિતી, જેને અગાઉની જાણકારી કાઢી નાખવામાં આવી છે, તે અંગેની માહિતી આપી શકાય.

જોકે કેટલાક પ્લેટફોર્મ એ છ મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ કેટલાકએ કહ્યું હતું કે તેઓ અમેરિકામાં તેમના મુખ્ય મથક(Headquarters)ની સૂચનાની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે અને ભારતમાંથી નફો મેળવી રહી છે પરંતુ માર્ગદર્શિકા તથા નિયમોને અનુસરવા તેમના મુખ્ય મથક(Headquarters) તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે.

ભારતીય એપ્લિકેશન કુ(Koo)એ નવા નિયમો લાગુ કર્યા

જો સૂત્રોનું માનીએ તો, અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે હજી સુધી આ નિયમો લાગુ કર્યા નથી. તમને જણાવી દઈએ કે ભારતીય માઇક્રોબ્લોગિંગ સાઇટ, કુ(Koo)એ શનિવારે કહ્યું હતું કે તેણે આ મહિનાના અંતમાં નિર્ધારીત સમય મર્યાદા પહેલા ડિજિટલ પ્લેટફોર્મ માટે નવી માર્ગદર્શિકાનું પાલન કર્યું છે. પરંતુ હજી સુધી કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કર્યું નથી.

ઉપરાંત, સૂત્રોએ જણાવ્યું હતું કે જો કંપનીઓ 26 મે સુધીમાં આ નવા નિયમો નું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેઓ માહિતી ટેકનોલોજી અધિનિયમ ની કલમ 79 હેઠળ તેમને અપાયેલ રક્ષણ ગુમાવી શકે છે અને ભારતીય ફોજદારી કાયદા હેઠળ તેમની સામે કાનૂની કાર્યવાહી થઇ શકે છે.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img