fbpx
Friday, June 25, 2021
No menu items!

વિશ્વના કેટલાક રસપ્રદ અને આશ્ચર્યજનક તથ્યો, ભાગ્યે જ તમે જાણતા હશો

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે રસપ્રદ હોવા ઉપરાંત આશ્ચર્યચકિત પણ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક રસપ્રદ અને આશ્ચર્યજનક તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ,

Must Read

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે રસપ્રદ હોવા ઉપરાંત આશ્ચર્યચકિત પણ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક રસપ્રદ અને આશ્ચર્યજનક તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ વાકેફ હશો.

વિશ્વમાં મધ એ એક માત્ર એવી ખાદ્ય ચીજ છે જે ક્યારેય બગડતી નથી
વિશ્વમાં મધ એ એક માત્ર એવી ખાદ્ય ચીજ છે જે ક્યારેય બગડતી નથી

1.મધ : રોજિંદી જિંદગી માં ઉપયોગમાં આવતા મધ વિશે તો તમે બધા સારી રીતે હશો. વિશ્વમાં મધ એ એક માત્ર એવી ખાદ્ય ચીજ છે જે ક્યારેય બગડતી નથી અને તે હજારો વર્ષો સુધી સલામત રહે છે. ઘણી વખત શોધ દરમિયાન, ઇજિપ્તની પ્રાચીન કબરોમાં હજારો વર્ષો જૂનું મધ મળી આવ્યું છે, આશ્ચર્ય ની વાત એ છે કે તે હજી સુધી બગડ્યું નથી.

બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ પાણીની નહિ પરંતુ બોટલ ની છે
બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ પાણીની નહિ પરંતુ બોટલ ની છે

2.પાણીની બોટલ : તમે ઘણી વાર બહાર જાવ ત્યારે પાણીની બોટલની ખરીદી કરી હશે અને તેની ઉપર લખેલી એક્સપાયરી ડેટ જોઈ હશે, પરંતુ શું તમે જાણો છો કે બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ પાણીની નહિ પરંતુ બોટલ ની છે.  એક્સપાયરી ડેટ બોટલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવેલ પ્લાસ્ટિક ની ગુણવતા ની હોય છે. પાણી ક્યારેય બગડતું નથી.

પક્ષીઓની સૌથી મોટી જીવંત પ્રજાતિમાંની એક છે
પક્ષીઓની સૌથી મોટી જીવંત પ્રજાતિમાંની એક છે

3.શાહમૃગ : શાહમૃગ(common ostrich) એક એવું પક્ષી છે જે ઉડતું નથી. તે પક્ષીઓની સૌથી મોટી જીવંત પ્રજાતિમાંની એક છે અને સ્ત્રી શાહમૃગ કોઈપણ અન્ય જીવંત પક્ષીઓની જાતિઓ કરતાં સૌથી મોટા ઇંડા મૂકે છે. તમને ભાગ્યે જ ખબર હશે કે શાહમૃગની આંખો તેના મગજ કરતાં પણ મોટી છે.

ચીને કુંગ-ફુની કળામાં નિપુણતા મેળવી લીધી છે
ચીને કુંગ-ફુની કળામાં નિપુણતા મેળવી લીધી છે

4.કુંગ-ફૂ : આજે, ચીને કુંગ-ફુની કળામાં નિપુણતા મેળવી લીધી છે. પરંતુ તેમને આ કળા શીખવવા વાળો એક ભારતીય હતો જેમનું નામ બોધિધર્મ નામ આપ્યું હતું. તેઓ બોધીધરમન તરીકે પણ ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે તે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ચીન ગયો હતો, જ્યાં તેણે ઘણા લોકોને તેમના શિષ્યો બનાવ્યા અને તેમને પ્રાચીન માર્શલ આર્ટ ‘કલારી પટ્ટુ’ શીખવ્યું. બાદમાં આ ‘કલારી પટ્ટુ’ નું નામ સ્થાનિક ભાષામાં કેટલાક ફેરફારો સાથે કુંગ-ફુ રાખવામાં આવ્યું.

બ્લુ વ્હેલ એ દુનિયાનું સૌથી પ્રચંડ અને મહાકાય જીવ છે.
બ્લુ વ્હેલ એ દુનિયાનું સૌથી પ્રચંડ અને મહાકાય જીવ છે.

5.વ્હેલ(whale fish) : દુનિયાની સૌથી મોટી માછલી એવી વ્હેલથી તો તમે વાકેફ જ હશો. સામાન્ય રીતે તેનું વજન આશરે 1400 કિલો જેટલું હોય છે પરાંતુ તમને જાણી ને હેરાની થશે કે સેંકડો ટન વજનવાળી બ્લુ વ્હેલનું હૃદય આશરે 181 કિલો વજનનું  હોય છે. બ્લુ વ્હેલ એ દુનિયાનું સૌથી પ્રચંડ અને મહાકાય જીવ છે.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img