fbpx
Friday, June 25, 2021
No menu items!

જલ્દી દૂર થશે રસી ની અછત, બીજી કંપનીઓ પણ બનાવશે કોરોના વેક્સિન, ભારત બાયોટેક દ્વારા આપવામાં આવી મંજૂરી.

કેન્દ્ર સરકાર અને ભારત બાયોટેક(Bharat Biotech) અન્ય કંપનીઓને આમંત્રણ આપવા તૈયાર છે કે જે કો-વેક્સિન(COVID-19 Vaccine) ના ઉત્પાદનમાં મદદ કરવા માંગે છે.

Must Read

કેન્દ્ર સરકાર અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક(Bharat Biotech) અન્ય કંપનીઓને આમંત્રણ આપવા તૈયાર છે કે જે કો-વેક્સિન(COVID-19 Vaccine) ના ઉત્પાદનમાં મદદ કરવા માંગે છે. એક ઉચ્ચ સરકારી સલાહકારે ગુરુવારે આ માહિતી આપી છે. તમને જણાવી દઇએ કે આ સમયે ભારતમાં કો-વેક્સિન નું ઉત્પાદન ધીમું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તેની ગતિ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નીતિ આયોગની હેલ્થ કમિટીના સભ્ય વી.કે.પોલે કહ્યું, “લોકો કહે છે કે કોવોક્સિન(COVID-19 Vaccine) બનાવવાની જવાબદારી અન્ય કંપનીઓને પણ આપવી જોઈએ. હું ખુશ છું કે ચર્ચા દરમિયાન કો-વેક્સિન નિર્માણ કંપની (Bharat Biotech) આ વિચાર પર સંમત થઇ છે.

કેન્દ્ર સરકાર અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક(Bharat Biotech) અન્ય કંપનીઓને આમંત્રણ આપવા તૈયાર છે કે જે કો-વેક્સિન(COVID-19 Vaccine) ના ઉત્પાદનમાં મદદ કરવા માંગે છે.
કેન્દ્ર સરકાર અને ભારત બાયોટેક(Bharat Biotech) અન્ય કંપનીઓને આમંત્રણ આપવા તૈયાર છે કે જે કો-વેક્સિન(COVID-19 Vaccine) ના ઉત્પાદનમાં મદદ કરવા માંગે છે.

ડો.પોલે જણાવ્યું હતું કે “આ રસીની મદદથી, એક જીવંત વાયરસ નિષ્ક્રિય કરવામાં આવે છે. તે ફક્ત બીએસએલ 3 (Biosafety level 3) પ્રયોગશાળાઓમાં ઉત્પન્ન થાય છે. જે દરેક કંપની પાસે ઉપલબ્ધ નથી. કંપનીઓ કે જે કો-વેક્સિનનું નિર્માણ કરે છે અમે તેમને ખુલ્લું આમંત્રણ આપીએ છીએ. આ કાર્ય સાથે મળી ને કરીએ. કેન્દ્ર મદદ કરશે જેથી ક્ષમતા વધારી શકાય.”

ડો.પોલ નું નિવેદન એ દિવસે આવ્યું જયારે સરકારે જાહેર કર્યું હતું કે આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે કોરોનો વાયરસ રસીના 200 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે વિપક્ષ દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સરકારે રસી યોજનાની ખોટી રજૂઆત કરી હતી.

સરકારી આંકડા મુજબ, ભારતમાં કોરોનાને કારણે દરરોજ આશરે 4000 દર્દીઓ મરી રહ્યા છે. ભૂતકાળમાં ચેપના નવા કેસો પણ ચાર લાખને વટાવી ગયા છે. દરમિયાન, ઘણા રાજ્યોમાં રસીના અભાવ વચ્ચે એસ્ટ્રાઝેનેકા રસીના ડોઝ વચ્ચેનું અંતર 16 અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યું છે. ભારતમાં કોરોનાની બીજી લહેરએ પણ નિષ્ણાંતોની ચિંતા વધારી છે.

ભારત જેવા મોટા દેશમાં હાલમાં કોરોના રસીકરણની ગતિ ધીમી છે. આનું મુખ્ય કારણ એ છે કે ઉત્પાદન અને માંગ વચ્ચે ઘણો તફાવત છે. ગુરુવાર સુધીમાં, માત્ર 3.82 કરોડ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તે લગભગ 135 કરોડની વસ્તીના માત્ર 2.8 ટકા છે. ડો.પોલે કહ્યું, “અમારી પાસે પુરવઠો મર્યાદિત છે. આખું વિશ્વ આ સ્થિતિ માંથી પસાર થઈ રહ્યું છે. આ તબક્કામાંથી બહાર નીકળવામાં સમય લાગે છે.” તેમણે કહ્યું કે સ્પુતનિક રસીના કેટલાક ડોઝ પણ દેશમાં આવી ગયા છે અને તેમને આશા છે કે તે આવતા અઠવાડિયાથી ઉપલબ્ધ થશે.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img