fbpx
Friday, June 25, 2021
No menu items!

ગુજરાત પર ત્રાટકશે 2021 નું પ્રથમ વાવાઝોડુ “તૌકતે”.શું મચાવશે તબાહી ? તંત્ર ની શું છે તૈયારી?

ગુજરાત રાજ્ય માં વર્ષ 2021 નું પહેલું વાવાઝોડુ(Cyclone) આગામી દિવસો માં ત્રાટકી શકે છે. 18 મે સુધી માં ગુજરાત ના દરિયાકિનારે પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે.

Must Read

ગુજરાત રાજ્ય માં વર્ષ 2021 નું પહેલું વાવાઝોડુ(Cyclone) આગામી દિવસો માં ત્રાટકી શકે છે. જે ગતિ થી સાયકલોનિક સ્ટોર્મ આગળ વધી રહ્યું છે તેના પર થી 18 મે સુધી માં ગુજરાત ના દરિયાકિનારે પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્ર(saurashtra)ના કેટલાક વિસ્તારો માં ભારે થી અતિભારે વરસાદ(Heavy Rain Forecast) પડી શકે છે.

IMD ના અનુમાન પ્રમાણે ઓછા દબાણવાળા વિસ્તારમાં વાવાઝોડુ 16મેની આસપાસ પૂર્વી મધ્ય અરબ સાગરમાં ઝડપથી વિકસિત થઇને ઉત્તર પશ્વિમની તરફ વધી શકે છે.આ સિવાય 15-16 મે ના રોજ લક્ષદ્વીપ દ્વીપસમૂહના નીચલા વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. એટલે 16 મેના રોજ આવનાર વાવાઝોડાને કારણે 14થી 16 મેની વચ્ચે અન્ય રાજ્યો જેવા કે, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પર ‘તૌકતે’ વાવાજોડા ની અસર 16 મે થી 20 મે સુધી થશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 35-40 કિ.મી ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે માટે જ આગોતરી તૈયારી ના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ માં હાઈ એલર્ટ(High Alert)આપી દેવામાં આવ્યું છે.દક્ષિણ-પૂર્વ અરબી સમૃદ્ધમાં લૉ પ્રેશર સર્જાયું હોવાથી 15મે સુધી માં તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઉત્તર-ઉત્તર પશ્વિમ તરફ આગળ વધી રહ્યું છે. તે ભારે પવનથી તોફાનમાં ફેરવાઇ જશે, ત્યારબાદ તોફાનની તાકાત વધ્યા પછી તે વાવાઝોડુ ‘તૌકતે’ બની જશે.

ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડાની અસર 16 મેથી 20 મે સુધી વર્તાશે તેવું અનુમાન કરાયું છે.
ગુજરાત પર ‘તૌકતે’ વાવાઝોડાની અસર 16 મેથી 20 મે સુધી વર્તાશે તેવું અનુમાન કરાયું છે.

આગાહી પ્રમાણે ‘તૌકતે’ વાવાઝોડાને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. આ વાતાવરણની અસર 16થી 19 મે સુધી ગુજરાત પર રહેશે. જેના કારણે દરિયાઈ વિસ્તારો માં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રએ માછીમારોને દરિયામાં ન જવા સૂચનાઓ આપી દિધી છે. દરિયાકાંઠે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તંત્ર દ્વારા ‘તૌકતે” વાવાઝોડાને લઇને દરિયાકાંઠે આવેલા તમામ ગામડાઓને સચેત કર્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઇ છે.

આમ તો લૉ પ્રેશર સર્જાયા બાદ ‘તૌકતે’ વાવાઝોડાંની દીશા નક્કી થયા બાદ ખબર પડશે કે તેની અસર કેટલી હશે. હવામાન વિભાગ દ્વારાઆપવામાં આવેલી માહિતી પ્રમાણે વાવાઝોડુ ઓમાનના દરિયા તરફ અને દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાને પણ અસર થઇ શકે છે. 14 મેના લૉ પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે.

લૉ પ્રેશર સર્જાયા બાદ 'તૌકતે' વાવાઝોડાંની દીશા નક્કી થયા બાદ ખબર પડશે કે તેની અસર કેટલી હશે.
લૉ પ્રેશર સર્જાયા બાદ ‘તૌકતે’ વાવાઝોડાંની દીશા નક્કી થયા બાદ ખબર પડશે કે તેની અસર કેટલી હશે.

હવામાન વિભાગે ના જણાવ્યા પ્રમાણે 18-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડુ તોફાની બની શકે છે. ‘તૌકતે’ વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટમાં ત્રાટકી શકે છે. જેને જોતા તંત્ર દ્વારા દરિયાકાઠાંના તમામ વિસ્તારો માં પૂરતી સાવધાની સાથે તમામ વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img