fbpx
Friday, June 25, 2021
No menu items!

જીવનની લડાઈ હારી ગઈ ‘લવ યુ જિંદગી’ ગીત પર ઝૂમવા વાળી આ છોકરી, વીડિયોમાં બતાવ્યો હતો જીવન જીવવાનો અદમ્ય ઉત્સાહ

દિલ્હીની એક હોસ્પિટલમાં બેડ પર કોરોના સાથે લડતી એક છોકરી  'લવ યુ જિંદગી'ના ગીત પર જુમતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો, તે હવે દુનિયામાં નથી રહી.

Must Read

કોરોના વાયરસના કહેરની વચ્ચે, ‘લવ યુ જિંદગી’ ગીત પર ઝૂમીને હિંમત અને ઉત્સાહનો દાખલો આપતી એક છોકરીની જિંદગી તેનો સાથ છોડી ગઈ. દિલ્હીની એક હોસ્પિટલમાં બેડ પર કોરોના સાથે લડતી એક છોકરી  ‘લવ યુ જિંદગી’ના ગીત પર જુમતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો, તે હવે દુનિયામાં નથી રહી. હોસ્પિટલમાં જ એક વીડિયો દ્વારા ‘ જિયો તો હર પલ  એસે જિયો જેસે કી આખરી હો’ નો સંદેશ આપનાર આ યુવતીનું ગુરુવારે કોરોનાથી અવસાન થયું હતું. આ માહિતી તે જ ડોક્ટર મોનિકા લંગેહેએ આપી છે, જેમણે સોશિયલ મીડિયા પર આ યુવતીનો વીડિયો અપલોડ કર્યો હતો.

8 મેના રોજ દિલ્હીની એક હોસ્પિટલના ડો.મોનિકા લંગેહે એક વીડિયો ટ્વીટ કર્યો, જેમાં આ 30 વર્ષીય યુવતી બેડ પર લવ યુ જિંદગી ગીત પર ઝૂમતી જોવા મળી હતી. પરંતુ ગુરુવારે રાત્રે ડો. મોનિકા લંગેહે તેના ટ્વિટર પર યુવતીના મોતની જાણ કરી અને લખ્યું- ‘હું ખૂબ જ દુઃખી  છું .અમે આ બહાદુર આત્મા ગુમાવી દીધી. કૃપા કરી ને પ્રાર્થના કરો કે, તેમનો પરિવાર અને બાળકો આ નુકસાન ને સહી શકે.’

આ પહેલા વીડિયો શેર કરતી વખતે ડો.મોનિકા લંગેહે માહિતી આપી હતી કે મૃતક યુવતી માત્ર 30 વર્ષની છે. તેની હાલત નાજુક હતી, પરંતુ આઇસીયુમાં જગ્યા ન મળવાથી તેમણે કોવિડ ઇમરજન્સીમાં સારવાર શરૂ કરી. છેલ્લા 10 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી અને તે એનઆઈવી સપોર્ટ પર હતી. તેણીને રેમેડેસિવિર પણ આપવામાં આવ્યું હતી, પ્લાઝ્માથી પણ સારવાર કરવામાં આવી હતી. યુવતીની જીવન માટેની ઇચ્છાશક્તિ અત્યંત મજબૂત હતી.

તેમણે કહ્યું કે યુવતીએ તેના મૃત્યુ પહેલા ગીત વગાડવાની વિનંતી કરી હતી, જેને તેમણે સ્વીકારી લીધી હતી. જોકે 10 મેના રોજ ડો.મોનિકાએ ટ્વીટ કર્યું હતું કે છોકરીને આઈસીયુ બેડ મળી ગયો છે, પરંતુ તેની સ્થિતિ સ્થિર નથી અને આખરે આ યુવતી જવાન ની લડાઈ હારી ગઈ અને દુનિયા છોડી ને જતી રહી. જ્યારે વીડિયોમાં યુવતી ઝૂમતી જોવા મળી હતી, ત્યારથી તે ઘણા દિવસો સુધી ટ્રેન્ડમાં રહી હતી.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img