fbpx
Friday, June 25, 2021
No menu items!

વેક્સિન બાબતે નિષ્ણાતોની સલાહ, કોવિડ સંક્રમિત લોકોને ૬ મહિના બાદ રસીકરણ!

Must Read

હાલમાં ભારતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ સામે કોરોનાની રસી ની તંગી પ્રવર્તી રહી છે. કોરોના વેક્સીનની તંગી વચ્ચે ભારત માં રસીકરણ ની પ્રક્રિયા માટે બનાવવામાં આવેલા રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ (NTAGI) એ અનેક ભલામણો કરી છે. NTAGIનું કહેવું છે, વેક્સીન ના બે ડોઝ વચ્ચે નો સમયગાળો વધારીને 12-16 અઠવાડિયા કરવામાં આવવો જોઈએ અને કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓ ને રિકવરી ના 6 મહિના બાદ વેક્સીન લગાવવામાં આવવી જોઈએ. આગળ જણાવતા કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ કોઈ પણ કોરોના વેક્સીન લઇ શકે છે અને ડિલિવરી બાદ સ્તનપાન કરાવનારી મહિલાઓ કોઈ પણ સમયે રસી લઇ શકે છે.

આ સાથે જ  NTAGI એ ભલામણ કરતા કહ્યું કે, કોરોના સંક્રમિત દર્દીઓને રિકવરી આવ્યાના 6 મહિના સુધી વેક્સીન લેવી હિતાવહ નથી. સમિતિની ભલામણ પહેલા ડોક્ટરો ત્રણ મહિના પછી સંક્રમિતોને રસી લેવાની સલાહ આપતા હતા. CDC(US)ની ગાઈડલાઇન માં પણ કોરોના ની રિકવરી આવ્યા બાદ ના 90 દિવસ પછી જ વેક્સીન લેવાની સલાહ આપવામાં આવી છે, જેમાં અત્યારે કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. આ સાથે જ NTAGI એ કોવીશીલ્ડ ના બે ડોઝ ની વચ્ચે 12 થી 16 અઠવાડિયા ના અંતર ની ભલામણ કરી છે.

હાલમાં કોરોના વેક્સીન ના બે ડોઝ વચ્ચે નું અંતર 4 થી 8 અઠવાડિયા નું છે. સમિતિ દ્વારા હાલમાં વેક્સીન માટે ડોઝના સમયગાળા માં બદલાવ કરવા માટે કોઈ સૂચન કરવામાં આવ્યું નથી. NTAGI દ્વારા કરવામાં આવેલી ભલામણો ને હવે રાષ્ટ્રીય નિષ્ણાંત જૂથ ની પાસે મોકલવામાં આવશે. એક નવા થયેલા અભ્યાસ પ્રમાણે જો કોરોનાની વેક્સીન નો બીજો ડોઝ મોડેથી આપવામાં આવે તો તેનાથી કોવિડ-19 સંક્રમણના કારણે ઓછા મોત થશે.આ વાત 65 વર્ષ થી ઉપર ના વયજૂથ ના લોકો માટે લાગુ પડે છે. જોકે પછીથી કહેવામાં આવ્યું છે કે, જો પરિસ્થિતિ યોગ્ય થઈ તો જ આ કામ કરી શકાય છે.કેમકે, આ એક સંભાવના માત્ર છે.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img