fbpx
Friday, June 25, 2021
No menu items!

રસીકરણ નો માર્ગ થયો સરળ, 2 થી 18 વર્ષના બાળકો પર મળી ટ્રાયલની મંજૂરી

Must Read

ગુરુવારે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ભારત બાયોટેકને કોવેક્સીન માટે 2 થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી દીધી છે આ પહેલા કોરોના રસી પર ધ્યાન રાખનાર સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ તેના ટ્રાયલની ભલામણ કરી હતી. 

ભારત બાયોટેક કોવેક્સીન 2 થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી દીધી છે
DCGIએ ભારત બાયોટેકને કોવેક્સીનની 2 થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી દીધી છે

અમેરિકામાં pfizer-BioNTech બાળકો માટેની કોરોના વેક્સીનને અમેરિકાના ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા મંજૂરી મળી ગઈ છે આ પહેલા કેનેડા બાળકોની આ પહેલી વેક્સિનને પરવાનગી આપી ચૂક્યું છે. આમ કરનાર આ વિશ્વનો પ્રથમ દેશ છે. તે વચ્ચે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ભારત બાયોટેક કોવેક્સીન ને 2 થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી દીધી છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં જુદા જુદા શહેરોમાં કુલ મળીને 500 બાળકો પર આ રસીનું માનવ પરીક્ષણ કરવામાં આવશે. જેમાં દિલ્હી, પટના અને નાગપુર નો સમાવેશ થાય છે. ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી દ્વારા કોવેક્સીન રસી ની બાળકો પર અસરકારકતા અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા ચકાસવા માટે આ પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રાયલ AIIMS દિલ્હી, AIIMS પટના અને મેડિટ્રિન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ નાગપુરમાં કરવામાં આવશે. સબ્જેક્ટ એક્સપર્ટ્સ કમિટીએ મંગળવારે હૈદરાબાદમાં ભારત બાયોટેક ના પ્રસ્તાવ પર વિચાર કર્યો.

ભારતમાં હાલ જે 2 વેક્સિન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે જ છે
ભારતમાં હાલ જે 2 વેક્સિન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે જ છે.

મહત્વનું છે કે ગત સપ્ટેમ્બર 2020 માં કોવેક્સીન દુનિયાની પહેલી રસી હતી જેને 12 વર્ષની વયના બાળકો પર પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું. કોવેક્સીન ના બીજા તબક્કાનું ટ્રાયલ ડબલ બ્લાઇન્ડેડ હતી જેમાં 380 વોલન્ટીયર્સ એ ભાગ લીધો હતો. જે પૈકી 12થી 65 વર્ષ સુધીના જુદા જુદા વય જૂથના લોકો ટેસ્ટિંગ માટે સ્વયંસેવકો બન્યા હતા. ભારત બાયોટેકની કોવેક્સીન રસીને ICMR અને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા મળીને તૈયાર કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ જે 2 વેક્સિન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે જ છે. ભારતના નાગરિકોને સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન અપાઈ રહી છે.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img