fbpx
Friday, June 25, 2021
No menu items!

કોરોના પોઝિટિવ આવ્યા બાદ બાળકોની આ રીતે રાખજો કાળજી

કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થવાની સલાહ આપવામાં આવે છે અને અમુક પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી થવું પડે છે. થોડી સાવચેતી રાખી ને તમે તમારા બાળકો ની મદદ કરી શકો છો  અને કાળજી રાખી શકો છો.

Must Read

ભારતમાં કોવિડ-19 ના 3.5 લાખ કરતા વધારે કેસો આવી ચુક્યા છે જે પરિસ્થિતિને વધારે ભયજનક બનાવે છે. કોરોના વાયરસ ની બીજી લહેર માં હવે બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે. તેટલું જ નહીં, માતા-પિતાને હવે ભય સતાવી રહ્યો છે કે, જો તેઓ કોરોના સંક્રમિત થઇ ગયા તો તેના પરિણામો તેમના બાળકો ને ભોગવવા પડી શકે છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થવાની સલાહ આપવામાં આવે છે અને અમુક પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી થવું પડે છે. થોડી સાવચેતી રાખી ને તમે તમારા બાળકો ની મદદ કરી શકો છો  અને કાળજી રાખી શકો છો.

કોરોના વાયરસ ની બીજી લહેર માં હવે બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે
કોરોના વાયરસ ની બીજી લહેર માં હવે બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે

શું તમને હળવા લક્ષણો છે? તો હોમ-ક્વોરન્ટીન માટે તૈયાર કરો.

કોવિડ -19 ની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓમાં તાવ, ખાંસી, થકાન અને ગંધ અને સ્વાદ ચાલ્યો જવો જેવી સમસ્યાઓ થતી હોય છે.જો તમને આ લક્ષણો દેખાય તો ડોક્ટર કહે છે, આ બધી જ સમસ્યા નો ઈલાજ ઘરે થઈ શકે છે. તમે બધા જરૂરી પગલાં લઇ શકો છો.જોકે, આ સમય દરમિયાન તમે તમારા બાળકોની સંભાળ રાખવા અને તેમને સુરક્ષિત રાખવા માટે કેટલાક પગલાં અપનાવી શકો છો-

ઘરના અન્ય સભ્યો, ખાસ કરીને બાળકો, કોઈપણ રીતે વાયરસ ના સંપર્કમાં ન આવે. 
ઘરના અન્ય સભ્યો, ખાસ કરીને બાળકો, કોઈપણ રીતે વાયરસ ના સંપર્કમાં ન આવે.

  • તમારી જાતને એક અલગ રૂમમાં અલગ કરો

જયારે તમને કોરોનાના લક્ષણો દેખાય ત્યારે સૌપ્રથમ કોરોનાનો ટેસ્ટ કરાવો અને ગભરાશો નહીં. તેના બદલે પોતાના એક રૂમમાં અલગ કરો કે જેમાં એક અલગ બાથરૂમ અને શૌચાલય છે, જે ફક્ત તમારા દ્વારા જ વાપરી શકાય છે. આ ઉપરાંત, તમારે જરૂરી વસ્તુઓ અને વાસણો પણ અલગ કરવા જોઈએ, જેથી ઘરના અન્ય સભ્યો, ખાસ કરીને બાળકો, કોઈપણ રીતે વાયરસ ના સંપર્કમાં ન આવે. 

વાયરસના સંક્રમણ ને ઓછું કરવા માટે ઘર માં પણ માસ્ક પહેરવું જરૂરી છે
વાયરસના સંક્રમણ ને ઓછું કરવા માટે ઘર માં પણ માસ્ક પહેરવું જરૂરી છે

  • માસ્ક પહેરો અને તમારા બાળકોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરો

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભલે તમે અલગ જ રૂમ માં રહો છો અને બાળકો ના સંપર્ક માં નથી આવતા તો પણ વાયરસના સંક્રમણ ને ઓછું કરવા માટે ઘર માં પણ માસ્ક પહેરવું જરૂરી છે સાથે જ તમારા બાળકોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. અભ્યાસ પર થી જાણવા મળ્યું છે, SARs-COV-2 વાયરસ હવામાં ફેલાય છે અને તેથી, જ્યારે તમે શ્વાસ લેતા હો ત્યારે, વાત કરો, ગાઓ, હસો કે છીંક ખાય ત્યારે કીટાણુઓ ને રોકવા માટે તમારા મોં ને ઢાંકવું એ સૌથી મહત્વપૂર્ણ બની જાય છે.

તમે હંમેશાં તમારા બાળકો સાથે કોલ અથવા વિડિયો કોલ દ્વારા સંપર્ક માં રહી શકો છો
તમે હંમેશાં તમારા બાળકો સાથે કોલ અથવા વિડિયો કોલ દ્વારા સંપર્ક માં રહી શકો છો

  • ઇન્ટરનેટ દ્વારા તમારા બાળકોના સંપર્કમાં રહો

ઇન્ટરનેટ ચોક્કસપણે આ મુશ્કેલ સમયમાં ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે. તમે કોરોના પોઝિટિવ હોવાથી તમારે તમારા બાળકોથી દૂર રહેવું પડશે. પરંતુ આવા સમયમાં તમારા બાળકોને તમારી પાસેથી દૂર રહેવું મુશ્કેલ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ઘરના કોઈ બીજાને સંભાળવા માટે કહી શકો છો. આ ઉપરાંત, તમે હંમેશાં તમારા બાળકો સાથે કોલ અથવા વિડિયો કોલ દ્વારા સંપર્ક માં રહી શકો છો. આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા તમે તમારા બાળકો અને પરિવારના અન્ય સભ્યો ને સુરક્ષિત કરી શકો છો.

કોરોનાની સ્થિતિમાં,તમારી જાત સાથે થોડુ નરમ રહેવું જરૂરી છે
કોરોનાની સ્થિતિમાં,તમારી જાત સાથે થોડુ નરમ રહેવું જરૂરી છે

  • કઠોર ન બનો

આઇસોલેશન માં રહેવાથી તમારી માનસિક શાંતિ ભંગ થઇ શકે છે. સંશોધનો માં દાવો કરવામાં આવ્યો છે, ઘણા લોકો લોકડાઉન જયારે કોરોના સામે લડતા હોય ત્યારે ચિંતા અને તણાવ નો અનુભવ કરે છે. આવી સ્થિતિમાં, તમારી જાત સાથે થોડુ નરમ રહેવું જરૂરી છે. તમારા પરિવાર, બાળકો અને કામ પર વધારે ધ્યાન આપવાનું ટાળો. તેના બદલે સારવાર પર ધ્યાન આપો અને જલ્દી થી સાજા થાઓ.

ઓક્સિજન નું સ્તર ઘટતું જતું હોય તો પછી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે
ઓક્સિજન નું સ્તર ઘટતું જતું હોય તો પછી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે

  • જો તમને ગંભીર લક્ષણો હોય, તો હોસ્પિટલમાં દાખલ થવું

જો તમારી સ્થિતિ બગડી રહી છે અને ઓક્સિજન નું સ્તર ઘટતું જતું હોય તો પછી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ ફક્ત તમારા ડોક્ટરની સલાહ પર જ કરવું જોઈએ. જો તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો આ બાબતો ધ્યાનમાં રાખો.

તમારા નજીકના સંબંધી અથવા કોઈ વિશ્વસનીય મિત્ર ને જાણ કરવી જોઈએ
તમારા નજીકના સંબંધી અથવા કોઈ વિશ્વસનીય મિત્ર ને જાણ કરવી જોઈએ

  • તમારા બાળકોની સંભાળ લેવા માટે કોઈ વિશ્વસનીય અને જવાબદાર વ્યક્તિ ને પૂછો.

જો તમે સિંગલ પેરન્ટ છો અથવા તમે અને તમારા સાથી બંને કોવિડ -19 પોઝિટિવ બન્યા છે, તો તમારે આ વિશે તમારા નજીકના સંબંધી અથવા કોઈ વિશ્વસનીય મિત્ર ને જાણ કરવી જોઈએ. તેમને તમારા બાળકો ની દેખભાળ કરવા કહો અને તેઓ સ્વસ્થ અને સુરક્ષિત છે તેની ખાતરી આપો. તમે આવા સમય માં પ્રોફેશનલ કેરટેકર ની પણ મદદ લઇ શકો છો.

તમારા બાળકોને આવા સંજોગો માટે તૈયાર કરવું જોઈએ
તમારા બાળકોને આવા સંજોગો માટે તૈયાર કરવું જોઈએ

  • તમારા બાળકોને જાણ કરો અને તેમને અગાઉથી તૈયાર કરો

વાયરસથી દરેકને ચેપનું જોખમ છે,  ત્યારે તમારે તમારા બાળકોને આવા સંજોગો માટે તૈયાર કરવું જોઈએ. તેમને રોગચાળા વિશે શિક્ષિત કરો અને સમજાવો કે આવા સમયમાં કોઈ તેનું રક્ષણ કેવી રીતે કરી શકે. તેમને માનસિક રૂપે તૈયાર કરો અને સમજાવો કે આ જીવલેણ વાયરસ સામે લડવામાં દરેક કેવી રીતે તેમનો હિસ્સો સુનિશ્ચિત કરી શકે છે.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img