fbpx
Thursday, June 24, 2021
No menu items!

આગામી 3-4 દિવસમાં ગુજરાત સહિત પશ્ચિમ-દક્ષિણ ભારતમાં વરસાદી ઝાપટાની શક્યતા

Must Read

ભારતમાં આગામી સપ્તાહ માં મોસમ ના મિજાજ બદલાવાની પુરી શક્યતા છે. ગુજરાત ના દરિયાકાંઠે વાવાજોડું તો ઉત્તર ભારત માં બરફ ના તોફાનો થવાની શક્યતા છે.

ભારતમાં આગામી સપ્તાહ માં મોસમ ના મિજાજ બદલાવાની પુરી શક્યતા છે.
ભારતમાં આગામી સપ્તાહ માં મોસમ ના મિજાજ બદલાવાની પુરી શક્યતા છે.

હવામાન વિભાગે આગામી સપ્તાહમાં અરબી સમુદ્ર માં ચક્રવાત આવવાની આગાહી કરી છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાત પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ક્ષેત્ર સહિત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા લાવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે એક બેઠક યોજી હતી અને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અધિકારીઓને સચેત રહેવા અને સલામતીના જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં ઉભા થઈ રહેલા આ લો પ્રેશર ચક્રવાતથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સંભવિત ચક્રવાતનું નામ “તૌકતે” રાખવામાં આવ્યું છે. વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચના આપી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 મેથી સવારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર ઉપર નીચા દબાણ નો વિસ્તાર બને તેવી સંભાવના છે અને તે ઉત્તર-પશ્ચિમ દિશામાં અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ તરફ જશે તેવી સંભાવના છે. તેમના કહેવા પ્રમાણે, 16 મેના રોજ એક ચક્રવાત પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ત્રાટકશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે

હવામાન વિભાગની ચેતવણી :

અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાત પ્રવૃત્તિથી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોનો સમાવેશ થાય છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં અને ભૂમધ્ય રેખા ના હિંદ મહાસાગરમાં દરિયાની સ્થિતિ શુક્રવાર-શનિવાર સુધી માં ઘણી જ બદલાઈ જશે, માટે હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, લક્ષ્યદ્વીપ-માલદીવ વિસ્તારમાં ગુરૂવારે, પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ના જવાની સલાહ આપી છે.”

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img