fbpx
Friday, June 25, 2021
No menu items!

ગરુડપુરાણની આ 7 વાતો યાદ રાખશો તો જીવનની દરેક સમસ્યાનું થશે સમાધાન!

ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે પ્રાપ્ત કરેલ દરેક નવા જ જ્ઞાન ની ઓછામાં ઓછો એક વખત અભ્યાસ કરવો જોઈએ જેથી તે મગજમાં બરાબર સચવાઈ રહે.

Must Read

અઢાર પુરાણો માં ગરુડપુરાણનું વિશેષ મહત્વ છે. સામાન્ય લોકોમાં એક માન્યતા છે કે ગરુડપુરાણ મૃત્યુ પામનાર જીવ ના કલ્યાણ માટે સાંભળવું જોઈએ જે તદ્દન ખોટું છે. આ ગ્રંથ માં ઘણું બધું એવું છે કે જે માનવજીવન માટે માર્ગદર્શક ના રૂપ માં કાર્ય કરે છે. ગરુડપુરાણ મા નીતિ, નિયમ તથા ધર્મ ની સાથે વિજ્ઞાન પણ છે. એકતરફ જયારે આ મૃત્યુ ના રહસ્ય ને બતાવે છે તો બીજી તરફ જીવન ના વણઉકેલાયેલા રહસ્યો તરફ પણ ઈશારો કરે છે. ગરુડપુરાણ એ જ્ઞાન નો ભંડાર છે. આજે આ લેખ ના માધ્યમ થી જાણીએ કે ગરુડપુરાણ ની એ ખાસ બાબતો કે જે મનુષ્ય ના જીવન ને સરળ બનાવે છે.

અઢાર પુરાણો માં ગરુડ પુરાણ નું વિશેષ મહત્વ છે.
અઢાર પુરાણો માં ગરુડ પુરાણ નું વિશેષ મહત્વ છે.

  • દુઃખો થી બચાવે છે એકાદશી વ્રત

ગ્રંથો, પુરાણો અને ગરુડપુરાણ માં એકાદશી વ્રત ના મહિમા ને વર્ણવવામાં આવ્યો છે અને એકાદશી વ્રત ને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે આ એકાદશીનું વ્રત રાખે છે, તેમને સ્વર્ગ મળે છે અને જન્મ-મરણના ચક્ર માંથી મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી ચંદ્રદેવ ના ખરાબ પ્રભાવ થી મુક્તિ મળે છે.

સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ.
સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ.

  • સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો

વ્યક્તિએ હંમેશા સ્વચ્છ રહેવું જોઈએ તથા સ્વચ્છતા રાખવી જોઈએ. ગરુડપુરાણમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. તેમના કહ્યા પ્રમાણે, ગંદા વસ્ત્ર પહેરનાર લોકો નું સૌભાગ્ય નાશ પામે છે. માતા લક્ષ્મી પણ આવા લોકોના ઘરે રહેતી નથી. જો તમે આર્થિક રીતે મજબૂત અને ભાગ્યશાળી બનવા માંગતા હો, તો તમારે સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ.

અભ્યાસ કરી ને ખૂબ મુશ્કેલ વિષય પણ સમજી શકાય છે
અભ્યાસ કરી ને ખૂબ મુશ્કેલ વિષય પણ સમજી શકાય છે

  • જીવન માં અભ્યાસ નું મહત્વ

કોઈ પણ વિષય-વસ્તુ નો અભ્યાસ કરી ને ખૂબ મુશ્કેલ વિષય પણ સમજી શકાય છે. ભલે તે વિદ્યા કે કોઈ પ્રાયોગિક કાર્ય હોય, કોઈ વ્યક્તિ તેને અભ્યાસ કર્યા પછી જ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. અભ્યાસ દ્વારા, વ્યક્તિ તે કાર્યમાં પારંગત બની જાય છે અને જીવનમાં તેને ક્યારેય ભૂલી શકતો નથી. સતત અભ્યાસ કર્યા વિના કોઈપણ શિક્ષણ નો નાશ થાય છે. તે માટે જ , ગરુડપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે પ્રાપ્ત કરેલ દરેક નવા જ જ્ઞાન ની ઓછામાં ઓછો એક વખત અભ્યાસ કરવો જોઈએ જેથી તે મગજમાં બરાબર સચવાઈ રહે.

ગરુડ પુરાણમાં પણ તુલસીનું મહત્વ જોવા મળે છે.
ગરુડપુરાણમાં પણ તુલસીનું મહત્વ જોવા મળે છે.

  • તુલસીનું એક વિશેષ સ્થાન છે

અન્ય પુરાણોની જેમ, ગરુડપુરાણમાં પણ તુલસીનું મહત્વ જોવા મળે છે. તુલસી ઘર ના આંગણે રાખવી જ જોઈએ. ઘરમાં તુલસી ને સ્થાન આપવાથી અને રોજ પાણી અર્પણ કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી અડચણો દૂર થાય છે. તુલસીની અસરથી અનેક રોગોનો નાશ થાય છે. ભગવાન વિષ્ણુની ઉપાસના માં તુલસીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

કોઈ પણ પૂજા કે ધર્મનું અપમાન ન કરવું જોઈએ
કોઈ પણ પૂજા કે ધર્મનું અપમાન ન કરવું જોઈએ

  • ધર્મનો આદર કરો

વ્યક્તિને ભૂલીને પણ કોઈ પણ પૂજા કે ધર્મનું અપમાન ન કરવું જોઈએ. ગરુડપુરાણ મુજબ જે લોકો બીજાનો ઉપયોગ કરે છે, લોકોનો લાભ ખોટી રીતે લાભ ઉઠાવે છે, પવિત્ર સ્થળે કંઇક ખોટું કરે છે, તેઓને જીવનમાં પસ્તાવો કરવો પડે છે. જે વ્યક્તિ ધર્મ, વેદ-પુરાણ, શાસ્ત્ર ના અસ્તિત્વ પર સવાલ કરે છે તેને નરકમાં સ્થાન મળે છે.

આપણા શરીરનો મુખ્ય સ્ત્રોત એ ખોરાક છે
આપણા શરીરનો મુખ્ય સ્ત્રોત એ ખોરાક છે

  • તંદુરસ્ત શરીર રાખવા માટેના ઉપાયો

સ્વસ્થ શરીર મેળવવાનો સહેલો રસ્તો એ છે કે સંતુલિત આહાર કરવો. આપણા શરીરનો મુખ્ય સ્ત્રોત એ ખોરાક છે. આની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર પડે છે. આપણું અસંતુલિત આહાર રોગોનું કારણ બને છે. ગરુડપુરાણ મુજબ વ્યક્તિએ તે ખોરાક લેવો જોઈએ જે સરળતાથી પચે છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે અને શરીરને ખોરાકમાંથી યોગ્ય ઉર્જા મળે છે.

દુશ્મન સાથે વ્યવહાર કરવા માટે નીતિ ની પસંદગી કરવી જોઈએ.
દુશ્મન સાથે વ્યવહાર કરવા માટે નીતિ ની પસંદગી કરવી જોઈએ.

  • શત્રુ પ્રમાણે નીતિ બનાવવી.

આ પૃથ્વી પર જન્મેલો વ્યક્તિ તેના જીવનમાં મિત્રો તેમજ દુશ્મનો બનાવે છે. કેટલાક દુશ્મનો સામાન્ય હોઈ શકે છે અને કેટલાક વધુ જોખમી હોઈ શકે છે. ગરુડપુરાણ મુજબ ખતરનાક દુશ્મનોનો સામનો કરવા માટે હંમેશા સજાગ રહેવું જોઈએ. મામલો ચતુરાઈથી ઉકેલી લેવો જોઈએ. દુશ્મન નો ઉદ્દેશ ફક્ત નુકસાન પહોંચાડવાનું છે, આવી સ્થિતિમાં દુશ્મન સાથે વ્યવહાર કરવા માટે નીતિ ની પસંદગી કરવી જોઈએ.

- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img