fbpx
Friday, June 25, 2021
No menu items!

કોરોના થી રિકવરી આવી ગયા બાદ પણ આ લક્ષણો ને ના કરો ઇગ્નોર, હોઈ શકે છે ગંભીર બીમારીના સંકેત.

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, કોરોના થી સ્વસ્થ થતા દર્દીઓ ને એક સપ્તાહ અથવા એક મહિના બાદ પણ લક્ષણો અનુભવાય છે.

Must Read

ભારત માં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રિકવરી રેટ ના વધારા એ લોકો માં ઉમ્મીદ જગાવી છે. જોકે ઘણા કેસો માં જોવામાં આવ્યું છે કે SARS-COV -2 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. નવા અભ્યાસ મુજબ, કોવિડ -19 ના હળવા લક્ષણો વાળા કેટલાક દર્દીઓમાં લાંબા ગાળે તકલીફ થઇ શકે છે. આ સમસ્યાઓમાંથી સ્વસ્થ થયા પછી પણ, દર્દીઓ માં લાંબા સમય સુધી તકલીફ જોવા મળે છે.

કોરોના થી રિકવરી આવી ગયા બાદ પણ આ લક્ષણો ને ના કરો ઇગ્નોર, હોઈ શકે છે ગંભીર બીમારીના સંકેત.
કોરોના થી રિકવરી આવી ગયા બાદ પણ આ લક્ષણો ને ના કરો ઇગ્નોર, હોઈ શકે છે ગંભીર બીમારીના સંકેત.

આવા દર્દીઓ જે  કોરોનાને લીધે લાંબા સમયથી બીમાર હતા, તેઓ કોઈ જૂની બીમારી થી પીડિત હતા અથવા તો નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય તેમને ખાસ દેખરેખ ની જરૂર પડી શકે છે. ઉદાહરણ તરીકે અમે એવા ઘણા રિપોર્ટ જોઈ ચુક્યા છીએ જેમાં રિકવરી બાદ પણ દર્દી ને હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે. ડાયાબિટીસ થી પીડાતા દર્દીઓ માં પણ આ તકલીફ જોવા મળે છે. SARS-COV-2 વાઇરસ શરીરમાં કિડની ને થતું નુકસાન ને વેગ આપી શકે છે.

સાજા થયેલા દર્દીઓ પર થયેલા સંશોધન થી જાણવા મળ્યું છે કે કોરોનાના ગંભીર સંક્રમણ સામે લડતા દર્દીઓ ના માનસિક તથા હૃદય ના સ્વાસ્થ્ય ને ગંભીર નુકસાન થાય છે. નિષ્ણાતો નું માનવું છે, કોવિડ -19 થી સ્વસ્થ થતાં દર્દીઓએ હવે ફક્ત ફોલો-અપ સ્ક્રિનિંગ અથવા પરીક્ષણો જ લેવાની જરૂર નથી, પરંતુ ચેતવણીના દરેક ચિહ્નો અને લક્ષણોને ઓળખવાની પણ જરૂર છે

આવી સમસ્યાઓ કે જે કોવિડ -19 થી ઘણી અલગ છે તેમને લોન્ગ કોવિડ અથવા પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે જેમાં દર્દી ના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ 4 અઠવાડિયા સુધી બીમારી ના લક્ષણો અનુભવાય છે. આંકડા પ્રમાણે, ચાર માંથી એક કોરોના દર્દી ને લાંબા સમય સુધી લક્ષણો અનુભવાય છે.

કેવા હોય છે લક્ષણો?

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, કોરોના થી સ્વસ્થ થતા દર્દીઓ ને એક સપ્તાહ અથવા એક મહિના બાદ પણ લક્ષણો અનુભવાય છે. તેમાં સતત ઉધરસ આવવી, નબળાઈ, માથાનો દુખાવો, સ્નાયુ માં દુખાવો થવો, અને બ્રેઈન ફોગ જેવી સમસ્યાઓ જોવા મળે છે. જોકે, ડોક્ટર એમ પણ કહે છે કે કોવિડ -19 સિવાયના કેટલાક દર્દીઓમાં આ લાંબા ગાળે થતી સમસ્યાઓ શરીરના અમુક ખરાબ અવયવો ના કારણે પણ થાય છે. તે આપણી મેટાબોલિક સિસ્ટમ, ન્યુરોલોજીકલ અને પેટના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરી શકે છે.

  • ડાયાબિટીસ- કોવિડ -19 ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જોખમી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વાયરસ શરીરના મુખ્ય અવયવો જેમ કે આંતરડા તથા સ્વાદુપિંડ ને નુકસાન પહોંચાડે છે અને શર્કરા ના નિયમન માં બાધારૂપ બને છે. તેથી, રોગ સાથે લડી રહેલા લોકો એ નિયમિતપણે તેમના બ્લડ સુગર નું સ્તર તપાસવું જોઈએ. ઉપરાંત, કેટલાક વિશેષ લક્ષણો ની નોંધ લેવી જોઈએ.
કોવિડ -19 ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જોખમી માનવામાં આવે છે
કોવિડ -19 ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જોખમી માનવામાં આવે છે
  • આ લક્ષણો નું નિરીક્ષણ કરો: ડાયાબિટીસ ના દર્દીઓ ને કોરોના થી સાજા થઇ ગયા બાદ અમુક બાબતો પર ધ્યાન આપવું જોઈએ. શું તમને  ખૂબ વધારે ભૂખ અને તરસ નો અનુભવ થાય છે? શું તમને સ્પષ્ટ દેખાવા માં તકલીફ થાય છે કે ઘાવો ભરાતા વાર લાગે છે? આ સિવાય બહુ વધારે થાક અથવા હાથ-પગમાં ખાલી ચડવી જેવા લક્ષણો ને અવગણવા ન જોઈએ.
  • મ્યોકાર્ડિટિસ અથવા હૃદયની સમસ્યાઓ- કોરોનાની બીજી લહેર પછી એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે જેમાં દર્દી ને રિકવરી પછી લોહી ગંઠાઈ જવું અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ થઈ છે. યુવાન લોકોમાં પણ કોવિડ -19 હૃદય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, લોકો શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને અતિશય થાકની ફરિયાદ કરે છે . ડોક્ટર કહે છે કે કોવિડ -19 હૃદયના ધબકારા, મોયોકાર્ડિટિસ (બળતરા) અથવા હૃદય ની સમસ્યાઓનું કારણ બની શકે છે.
યુવાન લોકોમાં પણ કોવિડ -19 હૃદય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે
યુવાન લોકોમાં પણ કોવિડ -19 હૃદય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે
  • આ લક્ષણો ની દેખરેખ રાખો- ડોકટરો કહે છે કે હૃદય માં બળતરા થવાની આ સમસ્યા પાંચમા દિવસે ઉભરી શકે છે, જેની વહેલી તકે તપાસ થવી જોઈએ. હૃદય પર આડઅસરો આવા લક્ષણો જોઈએ ને સમજી શકાય છે. છાતીમાં ગભરામણ થવી, હાથમાં દબાણ અથવા પીડા, પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ, અનિયંત્રિત બ્લડ પ્રેશર અને અકારણ હાર્ટ બીટ તેના લક્ષણો છે. 
  • સાયકોલોજિકલ ડિસઓર્ડર- એ જ રીતે સાજા થયા બાદ કેટલાક લોકો માં માનસિક વિકાર જોવા મળ્યો છે. તેના પણ આ ખાસ લક્ષણો હોય છે જેમ કે, મૂડ ડિસઓર્ડર, બ્રેઈન ફૉગ, એકાગ્રતા ની કમી, યાદદાશ નબળી થતી, તાણ અને બેચેની નો અનુભવ થવો, અનિંદ્રા અને શારીરિક નબળાઇ નો અનુભવ થવો આવા લક્ષણો ને અવગણવા ન જોઈએ.
સાજા થયા બાદ કિડની ની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ
સાજા થયા બાદ કિડની ની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ
  • કિડની રોગ-  તે જ રીતે સાજા થયા બાદ કિડની ની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ, ડોક્ટર કહે છે, સાજા થયા બાદ પગ અથવા પગ ની ઘૂંટી માં સોજા ચડે છે તો આ ખતરનાક સાબિત થઇ શકે છે. વધારે પડતું પેશાબ આવવો અથવા તેનો રંગ બદલવો એ સામાન્ય નથી. અચાનક વજનમાં વધારો, નબળા પાચન અથવા ભૂખ ઓછી થવી એ પણ કિડનીની સમસ્યા ની નિશાની છે. બ્લડ સુગર કે બ્લડ પ્રેશર માં વધારો પણ તકલીફ વધારી શકે છે.
- Advertisement - spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement - spot_img
Latest News

ઇઝરાયલ પાસે એક સમયે કંઈપણ ન હતું, કેવી રીતે બન્યું 73 વર્ષોમાં સુપર પાવર

ઇઝરાઇલ આજે તેની સ્વતંત્રતા અને સ્થાપનાની 73 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઇઝરાઇલ અને ભારતને ટૂંકા અંતરાલમાં જ...
- Advertisement - spot_img

More Articles Like This

- Advertisement - spot_img